ટ્રસ્ટ વિશે
- હોમ
- / ટ્રસ્ટ વિશે
શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ
શ્રી ઉમિયા માતાજી પ્રાગટય શતાબ્દી મહોત્સવ સીદસર મુકામે તા. ૨૨-૪-૧૯૯૯ થી તા.૨૬-૪-૧૯૯૯ દરમ્યાન ભવ્ય રીતે યોજાયેલ. આ મહોત્સવના અનુસંધાને રાજકોટ શહેરમાં કરવાની થતી કામગીરી પરિપૂર્ણ કરવા તેમજ આપણા સમાજને વધુ મજબુત અને સૃદ્રઢ બનાવવાના હેતુસર આપણા યુવાનોનું એક સંગઠન રચાયું અને જે અન્વયે શ્રી ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ - રાજકોટની સ્થાપના થયેલ.
આપણા સમાજને આર્થીક, સામાજીક, શૈક્ષણીક વગેરે ક્ષેત્રે મદદરૂપ થવા ૧૯૯૯ અને ૨૦૦૦ એમ બને વર્ષ સંસ્થાને નાની-મોટી પ્રવૃત્તિઓનું આયોજન કરેલ જેને સાર્વત્રિક રીતેઆવકાર મળેલ.
વિવિધ ક્ષેત્રે સમાજ ઉપયોગી પ્રવૃતિઓ સારી, વ્યવસ્થિત અને નિયમોનુસાર થઇ શકે તે માટે શ્રી અશોકભાઈ વી. દલસાણીયા અને ગોરધનભાઈ પી. કણસાગરા એ જુદા-જુદા ટ્રસ્ટોના બંધારણનો અભ્યાસ કરી યોગ્ય બંધારણ બનાવી તા. ૧૭-૫-૨૦૦૧ ના રોજ શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ (રજી. નં. ઈ-૬૧૯૨ રાજકોટ) ની સ્થાપના કરવામાં આવેલ.
